તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુરમાં ફિક્સ વેતનના વિરોધમાં રેલી કાઢે તે પહેલાં 30 આશાવર્કરોની અટકાયત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં ફિક્સ વેતનના વિરોધમાં રેલી કાઢે તે પહેલાં 30 આશાવર્કરોની અટકાયત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાની આશાવર્કરો બહેનો દ્વારા ફિક્સ વેતનના મુદ્દે 10 દિવસ અગાઉ હંગામો મચાવી જિલ્લા કલેક્ટર જેનુ દેવનને આવેદન પત્ર આપ્યુ હતું. પરંતુ આજ દિન સુધી તેમના પ્રશ્નોનો કોઇ ઉકેલ નહીં આવતાં શુક્રવારે આશાવર્કર બહેનો કોઝી વિસ્તારમાં રેલી માટે એકત્ર થઇ હતી. જેને પગલે પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ જે.ડી.મેવાડા સહિત સ્ટાફ પોલીસવાન સાથે કલેક્ટર કચેરી બહાર તૈનાત કરાયા હતો. જ્યાં એક પછી એક આશાવર્કરો એકત્ર થતાંની સાથે પોલીસે મંજૂરી વગર રેલી યોજવા ભેગી થયેલી 30 ઉપરાંત આશાવર્કરો સરકાર વિરોધી ‘સરકાર હમસે ડરતી હૈ પુલીસ કો આગે કરતી હૈ’ અને અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કરતાં અટકાયત કરી પોલીસ હેડકવાર્ટર લઇ જવાઇ હતી. તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો