તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રીંછને એક નહીં 64 ગોળીઓ ધરબી દેવાઇ\'તી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મૃત રીંછ સાથેની સેલ્ફીની પર્યાવરણવાદીઓમાં ટીકા

રીંછનો હડકવાનો પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ આવતાં રીંછના સંસર્ગવાળા 25ને હડકવા વિરોધી રસી અપાઇ

દાંતાના જંગલમાં વનકર્મી સહિત 3 વ્યક્તિઓને ફાડી ખાનારા માદા રીંછના બચ્ચાની શોધખોળ

દાંતાનાકાંસા જંગલમાં માદા રીંછે બે નાગરિકો અને એક વનકર્મીને ફાડી ખાધા બાદ કરાયેલા ઓપરેશનમાં રીંછને 64 ગોળીઓ વડે વીંધી નખાયું હતું. ઘટના બાદ સોશિયલ મીડિયામાં ફરતી થયેલી તસવીરોએ નવો વિવાદ સર્જ્યો છે. ત્યારે માદા રીંછના પીએમ બાદ પ્રાથમિક તપાસમાં હડકવાનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. જેને લઇને 25 જેટલા કર્મચારીઓને રસી લેવી પડી છે. બીજી તરફ વન વિભાગે રીંછના બચ્ચાની શોધખોળ આદરી છે. પરંતુ હજુ સુધી તે મળ્યું નથી.

અંબાજી બાલારામ અભયારણ્યમાં રીંછનો વસવાટ છે. દાંતા નજીકના કાંસાડુંગરમાં એક વોઘો છે. જ્યાં બીજી તરફ અમીરગઢનું ખાપરા ગામ છે. ડુંગર ઉપર બકરાં ચરાવવા ગયેલા બે વ્યકિતઓ અને ત્યારબાદ ડુંગરના દવને ઓલવવા ગયેલા બે વનકર્મીઓ પૈકીના એક મળીને કુલ 3 જણાને રીંછે શિકાર બનાવી મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટનામાં વનવિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પોલીસના કમાન્ડો રાજુ ચાવલાને ઓટોમેટીક વેપન્સ સાથે રીંછને ગોળીઓથી વિંધી નાંખ્યું હતું. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ટીયરગેસ સેલ સહિત 64 ગોળીઓનો ઉપયોગ થયો હતો. જોકે, પીએમ દરમિયાન 7થી 8 ગોળી મળી છે. છતાં ચોક્કસ વિગત પીએમ રિપોર્ટ આવે ત્યાર બાદ જાણી શકાશે. સૂત્રોએ ઉમેર્યું કે, રીંછ માદા અને પુખ્ત હતું. જેના બચ્ચાં હોવાનું અનુમાન છે. જેથી વનકર્મીઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે. પરંતુ હજુ કોઇ બચ્ચાં મળ્યા નથી. જેથી બચ્ચાની શોધખોળ માટે વધુ કર્મીઓને કાર્યવાહીમાં જોડાશે.

કન્ફર્મેશન માટે હજુ 2 રિપોર્ટ કરવામાં આવશે

^પ્રથમરિપોર્ટમાં મગજના ન્યુરોન કોષની ઇમ્પ્રેસન આપી સ્લાઇડ લેવાય છે. બીજો એન્ટીબોડી રીએકશન આધરિત ટેસ્ટ અને ત્રીજો પોલીમરેજ ચેઇન રીએકશન (પીસીઆર) ટેસ્ટ કરાય છે. પ્રથમ ટેસ્ટ પોઝિટિવ આવે પરંતુ તેના કન્ફર્મેશન માટે અન્ય બે ટેસ્ટ જરૂરી હોય છે. > એસ.બી.ઉપાધ્યાય નાયબ પશુપાલન નિયામક, બનાસકાંઠા

હડકવામાં રિપોર્ટ પોઝિટિવ આવતા રસી અપાઇ

^રીંછનાપોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હડકવાનો પ્રથમ પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ બે રિપોર્ટ કરાઇ રહ્યા છે. પરંતુ વેટરનરી તબીબોની મૌખિક સૂચનાને લઇને રીંછના સંસર્ગમાં આવનારા 25 જેટલા કર્મચારીઓને હડકવા વિરોધી રસી લેવાની સલાહ અપાઇ હતી. > આઇ.કે.બારડ,વનસંરક્ષક,બનાસકાંઠા

રીંછને જે રીતે મારી બાદમાં તસવીરો પડાવનાર કર્મીઓ સામે પર્યાવરણવાદીઓમાં ખૂબ ટીકાઓ થઇ છે. જેમાં વિવેક દાખવવાની જરૂર હતી. તેમજ બેભાન કરીને રીંછને બચાવવાના પ્રયાસને પ્રાથમિકતા આપવાની જરૂર હતી તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. બીજીબાજુ, દાંતીવાડા વેટરનરી હોસ્પિટલ ખાતે વેટરનરી ઓફિસર સહિત 5 વેટરનરી તબીબોની ટીમે પેનલમાં મૃત રીંછનું પોસ્ટમોર્ટમ કર્યું છે. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પરંતુ સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો