તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • સાતમા પગારપંચ માટે પાણી પુરવઠા વિભાગના કર્મીઓએ કાળીપટ્ટી પહેરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાતમા પગારપંચ માટે પાણી પુરવઠા વિભાગના કર્મીઓએ કાળીપટ્ટી પહેરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાપાણી પુરવઠા વિભાગના પાલનપુર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓએ શુક્રવારે સાતમા પગારપંચનો લાભ આપવાની માંગણી સાથે કાળી પટ્ટી ધારણ કરી કચેરી આગળ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પોકાર્યા હતા.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારી અને કર્મચારી મંડળના જિલ્લાના યુનિટના 150થી વધુ કર્મચારીઓએ શુક્રવારે કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. મંડળના ઉપપ્રમુખ અતિકુર રહેમાન કુરેશીએ જણાવ્યું કે, સાતમા પગાર પંચથી કર્મચારીઓને વંચિત રખાયા છે. એટલું નહીં 50 ટકા રોજમદારોને હજુ છઠ્ઠા પગારપંચનો લાભ પણ અપાયો નથી. સરકાર દ્વારા માંગણીઓ સ્વીકારવામાં આવતાં આંદોલન શરૂ કરાયું છે. માંગણીઓ અંગે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરાયેલી છે. જેમાં કોઇ હકારાત્મક પરિણામ નહીં આવે તો તબક્કાવાર નક્કી કરાયેલા કાર્યક્રમો અપાશે. કાર્યક્રમમાં કર્મચારી-અધિકારી મંડળના પ્રવક્તા મુકેશ બી. શર્મા, અ.મ.ઇ. વી.વી. લિમ્બાચિયા, વાય.આર. જોષી, મ.ઇ. અજય નગરિયા તેમજ એમ.પી. પરમાર વગેરે જોડાયા હતા.

સાતમા પગારપંચના લાભથી વંચિત પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

પાલનપુર જલભવન ખાતે કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો