તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ન્યૂઝ | દાંતીવાડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ | દાંતીવાડા

દાંતીવાડાનજીક સોમવારની રાત્રે એક પીકઅપ ડાલું પલટીખાઇ જતા ડાલામાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ લોકોને ઈજા થઈ હતી. જેઓને પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા.

પાલનપુરમાંથી હીરાના કારખાનાનો સામાન મૂકી પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. સોમવારે સવારથી પાલનપુરથી પીકઅપ ડાલામાં હીરાના કારખાનાનો સામાન ભરી રાજસ્થાનના રાણીવાડા સામાન ઉતારવા ગયેલા પાલનપુરના ચાર શખસો ગયા હતા. જેઓ સોમવારે મોડી રાત્રે રાજસ્થાનથી પરત પાલનપુર ફરતા દાંતીવાડા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ ડાલું પલટી ખાઇ ગયું હતું. જેમાં સવાર બચુભાઇ મોતીભાઇ બજાણીયા (ઉં.વ.25) પાલનપુરનું મોત નીપજ્યું હતું. જ્યારે ચેતનભાઇ જગદીશભાઇ ગોસ્વામી, મંછારામ ભેમજીભાઈ મારવાડી, ભરતભાઇ લખનભાઇ લુહારને ઇજાઓ થતા સારવાર અર્થે પાલનપુર સિવિલમા ખસેડાયા હતા.

રાણીવાડાથી પરત ફરતા અકસ્માત, ઈજાગ્રસ્તોને પાલનપુર ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...