• Gujarati News
  • પાલનપુરમાંથી ત્રણ બાળશ્રમિકોને મુકત કરાયાં

પાલનપુરમાંથી ત્રણ બાળશ્રમિકોને મુકત કરાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર શહેરમાં ગુરુવારે શ્રમ અધિકારી દ્વારા ઢાળવાસ વિસ્તારમાં એક દુકાનમાંથી ત્રણ બાળ મજૂરોને મુકત કરાવાયા હતા.
પાલનપુર શહેરમાં બાળમજૂરીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રાું છે. જેના ભાગરૂપે સરકારી શ્રમ અધિકારી પી.જે. જોષી, સરકારી શ્રમ અધિકારી (ખેત) જે.એસ. વણકર, ટી.એ. ઠાકોર, ગુમાસ્તાધારા ઇન્સપેકટર અજીતભાઇ જોષીએ ગુરુવારના રોજ ઢાળવાસ વિસ્તારમાં આવેલી જુબેરભાઇ સાદીકભાઇ મેમણની વિવાહ બ્યુટી કલેકશન દુકાનમાંથી ૧૩ વર્ષની ઉમરના ત્રણ બાળમજૂરોને મુકત કરાવી બાળ રિમાન્ડ હોમ ખાતે લઇ જવાયા હતા.