• Gujarati News
  • પારપડા રોડ પરથી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

પારપડા રોડ પરથી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફના બળવંતસિંગ, સલીમભાઇ, મુકેશભાઇ સહિત સ્ટાફે બુધવારે અંબિકાનગરમાં રહેતા કુલદીપસિંગ પ્રમોદભાઇ જાલાની પારપડા ત્રણ રસ્તા પાસે તલાશી લેતાં તેની પાસેથી દારૂની એક બોટલ તેમજ મોબાઇલ મળી કુલ રૂ.૧૪૦૦નો મુદ્દામાલ મળી આવતાં તે કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.