• Gujarati News
  • ધનપુરાના પાટિયા પાસે જીપ પલટતાં ૧૪ મુસાફરોને ઇજા

ધનપુરાના પાટિયા પાસે જીપ પલટતાં ૧૪ મુસાફરોને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરથી અંબાજી તરફ મુસાફરો ભરીને જઇ રહેલી કમાન્ડર જીપ અને કાર વરચે ધનપુરાના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપ પલટી ખાતાં ૧૪ મુસાફરોને વધતી-ઓછી ઇજા થઇ હતી.
અકસ્માતમાં જલોત્રાના સીતાબેન કાળુભાઇ પટણી (૬૫), ઉર્મિલાબેન સુંદરભાઇ રાજપૂત (૩૫), ક્રિષ્ણા અરવિંદભાઇ પટણી (૬), કાળુભાઇ ઓખાભાઇ પટણી (૪), સુંદરસિંગ યજુલાલ રાજપૂત (૪૦), રઘનાથભાઇ ખેમાભાઇ મકવાણા (૪૩), સની સુંદરભાઇ રાજપૂત (૧૧), સાગ્રોસણાના કિર્તીભાઇ તખાજી ઠાકોર (૩૦), કલ્પેશભાઇ રાજુભાઇ ઠાકોર (૧૮), સિદ્ધપુરના જગુભાઇ છનાભાઇ પટણી (૪૦), દાડમબેન જગુભાઇ પટણી (૩૫), ચિત્રાસણીના દુલાબાઇ હેબતખાન ઘાસુર (૫૫), ખસાના રમેશજી મેરૂજી ઠાકોર (૪૦) અને અમદાવાદના નિકુલ હરિભાઇ રાઠોડ (૪૦) ને વધતી-ઓછી ઇજાઓ થઇ હતી. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.