વર્ષમાં બે વખત મંદિર ખુલે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંરાજગઢી વિસ્તારમાં આવેલું નાગણેજી માતાનું મંદિર વર્ષમાં બે વખત ભક્તોના દર્શન માટે ખોલવામાં આવે છે. જેમાં શનિવારે નાગપાંચમ હોવાથી મંદિરમાં ભાવિક ભક્તોની ભીડ જામી હતી.

પાલનપુરમાં મોટીબજાર પાસે આવેલી રાજગઢીમાં ઐતિહાસિક નાગણેજી માતાનું મંદિર આવેલું છે. મંદિર પાલનપુર નવાબ સાહેબે બંધાવેલું છે. જે વર્ષ દરમિયાન માત્ર બે વાર ખુલે છે. જેમાં શ્રાવણ વદ પાંચમ જે નાગપાંચમ તરીકે ઉજવાય છે અને બીજીવાર નવરાત્રીની અસો સુદ આઠમના દિવસે દર્શન માટે ખુલે છે. જેથી મંદિરમાં શનિવારે ભાવિક ભક્તોની દર્શન માટે જામી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...