મગરવાડા અને સરીપડામાં પાંચમનો મેળો ભરાયો

વડગામ તાલુકાના મગરવાડા ખાતે આવેલા વીરદાદાના મંદિર ખાતે મંગળવારે પાંચમ નિમિત્તે મેળો ભરાયો હતો. તેમજ સરીપડા ગામે...

DivyaBhaskar News Network | Updated - Jun 04, 2014, 03:34 AM
મગરવાડા અને સરીપડામાં પાંચમનો મેળો ભરાયો
વડગામ તાલુકાના મગરવાડા ખાતે આવેલા વીરદાદાના મંદિર ખાતે મંગળવારે પાંચમ નિમિત્તે મેળો ભરાયો હતો. તેમજ સરીપડા ગામે નારસુંગાવીર મહારાજના મંદિરે પણ મેળો ભરાતા ભાવિક ભકતોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વડગામ તાલુકાના મગરવાડા ખાતે મંગળવાર માણીભદ્ર વીરદાદાના મંદિર ખાતે પાંચમ નિમિત્તે મેળો ભરાયો હતો. જેમાં દૂર-દૂરથી ભાવિકો ભકતો દાદાના મંદિરે પગપાળા તેમજ વાહનોમાં બેસી આવ્યા હતા. અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત પાલનપુર તાલુકાના સરીપડા ગામે આવેલા નારસુંગા વીર મહારાજના મંદિરે મેળો ભરાયો હતો. જેમાં શ્રદ્ધાળુઓએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નોંધપાત્ર છે કે, આ તીર્થધામોમાં પાંચમના દિવસે દર્શન પૂજા અર્ચનાનું મૂળ મહત્વ હોઇ શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસે સમગ્ર બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાંથી ઊમટી પડે છે.
પાલનપુર તાલુકાના સરીપડા ગામે મંગળવારના રોજ નારસુંગા વીર મહારાજના મંદિરે મેળો ભરાયો હતો.- ભાસ્કર
ઉનાળામાં ચા ના બદલે ઠંડી છાસ પીવડાવી
વડગામ તાલુકાના મગરવાડા ગામે માણીભદ્ર વીરદાદાના મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકો માટે ચા ની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ ગરમીને ઘ્યાને રાખી મંગળવારના રોજ દર્શનાર્થે આવેલા ભકતોને ઠંડી છાસ પીવડાવવામાં આવી હતી.

X
મગરવાડા અને સરીપડામાં પાંચમનો મેળો ભરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App