તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર નજીક રિક્ષા પલટી જતાં બે વ્યકિતને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનજીક રિક્ષા પલટતાં બે વ્યકિતને ઇજા પહોંચી હતી. જેઓને સારવાર અર્થે ખસેડાયા હતા.

અંગેની વિગત મુજબ પાલનપુર તાલુકાના સાંગ્રાના ધરમાભાઇ ધુડાભાઇ વાલ્મિકી (ઉ.વ.70) અને કાસુબેન (ઉ.વ.65) સોમવારે તેમની ભત્રીજીના ખબર અંતર પુછવા રિક્ષામાં પાલનપુર આવી રહ્યા હતા. ત્યારે સદરપુર નજીક સામેથી અચાનક ટ્રક આવતાં રિક્ષા ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી રિક્ષા પલટી ગઇ હતી. અકસ્માતમાં બન્નેને ઇજાઓ થતાં પાલનપુર 108ના પાયલટ કિરણભાઇ પરમાર અને ઇએમટી રિન્કુબેન રાવલે તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...