તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુર પોસ્ટ ઓફિસમાં ફરજ પહેલાં રાષ્ટ્રગાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરપોસ્ટ ઓફિસ દ્વારા રોજ સવારે 7 વાગે રાષ્ટ્રગાન બાદ કર્મચારીઓ કામગીરીમાં જોતરાય છે અને રાષ્ટ્રગાન બાદ રજીસ્ટર ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરીમાં મુકી ગાન બાદ આવનારા કર્મચારી તેમજ સાંજે વહેલા જનારા કર્મચારીનો નોકરીનો દિવસ ભરવામાં આવતો નથી. જેથી કર્મચારીઓમાં નિયમિતા પણ જોવા મળી રહી છે. પાલનપુર પોસ્ટ ઓફિસ દ્વારા લોકોને સમયસર પોતાની ટપાલ મળી રહે અને કર્મચારીઓમાં નિયમિતતા આવે તેવા હેતુથી પોસ્ટ સુ્પ્રિ. એચ.સી.જોષી દ્વારા કચેરીમાં નવતર પ્રયોગ કરાયો છે. જેમાં પોસ્ટ ઓફિસમાં સવારે 7 વાગે તમામ કર્મચારીઓ હાજર થાય છે અને 7-30 કલાકે શિસ્તપૂર્વક રાષ્ટ્રગાન કરી ફરજ પર જોડાય છે. રાષ્ટ્રગાન બાદ હાજરીનું રજીસ્ટર ઓફિસ સુ્પ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાં મુકાય છે અને લેટ આવનાર તેમજ નોકરી પૂરી થયા બાદ પરત જતી વખતે હાજરી પુરવામાં આવે છે. જેમાં ગુલ્લી મારનાર કર્મચારીની તે દિવસની રજા ગણી ગેરહાજરી પૂરાય છે.

અંગે સુપ્રિન્ટેન્ડેન્ટ એચ.સી. જોષીએ જણાવ્યું કે, ઉ.ગુ.માં પ્રથમ પોસ્ટ ઓફિસમાં પ્રકારનો નિયમ બનાવાયો છે. જેના કારણે કર્મચારીઓમાં નિયમિતતા વધી છે. લોકોને ટપાલો સમયસર મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...