તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો કરાતાં નથી, માત્રને માત્ર

પાલનપુરનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો કરાતાં નથી, માત્રને માત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો કરાતાં નથી, માત્રને માત્ર રસ્તા બનાવવામાં રસ ધરાવતી નગર પાલિકામાં રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેમાં બ્રિજેશ્વર કોલોનીમાં થોડાક સમય પહેલાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા ડામર રોડમાં ગાબડાં પડતાં પાલિકાના ભ્રષ્ટાચારને લઇ અનેક તર્ક-વિતર્ક ફેલાયા છે.

પાલનપુરમાં મહિલા મંડળથી બ્રિજેશ્વર કોલોની સુધીનો પાપડ જેવો ડામર રોડ થોડાક સમય પહેલાં લાખો રૂપિયાના ખર્ચે રાતો-રાત બનાવી દીધો હતો. જેને લઇને લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. જે રસ્તા પર સામાન્ય વરસાદમાં પણ ગાબડા પડી ગયા છે. તેમજ રસ્તાની સાઇડો ધોવાઇ ગઇ છે. આમ, પાલિકાનો રસ્તો બનાવવાની નીતિ સ્પષ્ટપણે દેખાતાં પાલિકાના વહિવટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો રસ્તાની કામગીરી અંગે કલેકટર દ્વારા તપાસ કરાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...