તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ ઉપર જમ્મુમાં હુમલો કરવામાં

પાલનપુર |અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ ઉપર જમ્મુમાં હુમલો કરવામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુઓ ઉપર જમ્મુમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેના પગલે બનાસકાંઠામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિવિધ સંગઠનો દ્વારા હુમલાને વખોડી કાઢવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા દ્વારા બુધવારે પાલનપુર કોઝી વિસ્તારમાં મીણબત્તી સળગાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યાં જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર, પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોર, શહેર પ્રમુખ સંજયભાઇ ઠાકોર, તાલુકા પ્રમુખ પ્રવીણજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ હુમલાને વખોડી કાઢ્યો હતો.

પાલનપુરમાં ઠાકોરસેના દ્વારા અમરનાથ યાત્રાળુઓને શ્રદ્ધાંજલિ

અન્ય સમાચારો પણ છે...