તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સ્વાઇન ફલૂનું સેમ્પલ લીધા બાદ રીપોર્ટ માટે મોકલાવતાં રોષ

સ્વાઇન ફલૂનું સેમ્પલ લીધા બાદ રીપોર્ટ માટે મોકલાવતાં રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરસિવિલમાં એક વ્યક્તિને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ કરાયો હતો.જેનું સેમ્પલ લેવામાં આવ્યુ હતુ.પરંતુ ડોક્ટરોની બેદરકારીથી સેમ્પલ રીપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હોવાના આક્ષેપો કરી શનિવારે સિવિલમાં હોબાળો મચાવ્યો હતો.

ઇકબાલગઢ ગામે રહેતા એક યુવકના મિત્રનું સ્વાઇન ફ્લૂથી ચાર દિવસ અગાઉ મોત થયુ હતુ.જેથી યુવાનને સ્વાઇન ફ્લૂના લક્ષણો જણાતા પાલનપુરની સિવિલમાં ગુરવારે સારવાર માટે લવાયો હતો.જેથી ડોક્ટરો દ્વારા યુવકને ચકાસણી કરી સ્વાઇન ફ્લૂ વોર્ડમાં દાખલ કરાયો હતો.ત્યારબાદ રીપોર્ટ માટે સેમ્પલ લેતાં પરિવાર દ્વારા સેમ્પલનો રીપોર્ટ ક્યારે આવશે તેમ જણાવતા ડોક્ટરે સાંજે અથવા બીજા દિવસે આવી જશે તેમ જણાવતા શુક્રવારે સાંજે આવી જશે તેમ જણાવ્યું હતુ.પરંતુ બીજા દિવસ સુધી રીપોર્ટ આવ્યો નહતો જેથી પરિવારે શનિવારે સેમ્પલ સિવિલમાં પડેલુ જોઇ પૂછતા સેમ્પલ રીપોર્ટ માટે હવે મોકલાશે તેમ જણાવતા પરીવારે હોબાળો મચાવ્યો હતો.જેના પગલે દોડી આવેલા ધારાસભ્ય મહેશભાઇ પટેલને પરિવારે રજૂઆત કરી હતી. યુવકના પરિવારે જણાવ્યું હતુ કે અત્યારે ગળામાં દુખે છે તેમ જણાવે છે.જો બે દિવસ સ્વાઇન ફ્લુ વોર્ડમાં દાખલ રહેવાથી પોઝીટીવ રિપોર્ટ આવશે તો જવાબદારી કોની રહેશે.

શંકાસ્પદ હતો પરંતુ પરીવારના કહેવાથી રીપોર્ટ કરાયો હતો

સિવિલમાંગુરૂવારે સારવાર માટે યુવકને લવાયો હતો.સ્વાઇન ફ્લુ ના લક્ષણો હતા.પરંતુ પરિવારના કહેવાથી રીપોર્ટ માટે સેમ્પલ લેવાયા હતા.ગુરૂવારે લીધેલ સેમ્પલ તેમેજ શનિવારે પરીવાર દ્વારા ફરી સેમ્પલ લેવાનું જણાવવામાં આવતા બંન્ને સેમ્પલ રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.> ભરતભાઇમિસ્ત્રી ઇચાર્જ સિવિલ સર્જન પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...