• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ભાભરના રોઇટા ગામ અને કાંકરેજના રણાવાડા (ખા) થી 16 શકુનિઓ ઝબ્બે

ભાભરના રોઇટા ગામ અને કાંકરેજના રણાવાડા (ખા) થી 16 શકુનિઓ ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોકડ, મોબાઇલ તથા બાઇક મળી કુલ 1.15 લાખનો મુદ્દામાલ જપ્ત


ભાભરપીએસઆઇ એમ.જે. ચૌધરી સ્ટાફે બાતમીના આધારે રોઇટા ગામના પરાગભાઇ કમાભાઇ પટેલના ખેતરમાં બનાવેલ મકાનની બહાર લાઇટના અજવાળામાં તીનપત્તીનો જુગાર રમાય છે. જેથી પોલીસે રેડ કરતાં આઠ શકુનિઓ ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી રોકડ રૂ. 13,200, મોબાઇલ નંગ-6 કિંમત રૂ. 6000 તથા મોટર સાયકલ નંગ-3 કિંમત રૂ. 90,000 આમ કુલ મળી રૂ. 1,09,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજા બનાવમાં શિહોરી પીએસઆઇ બી.એમ. કરમટા તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે રણાવાડા (ખા) ગામે ચામુંડા માતાના મંદિર પાસે કેટલાક શખસો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં પોલીસે રેડ કરતાં આઠ શખસો ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી કુલ રૂ. 6160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

રણાવાડા (ખા) ગામેથી 8 શકુનિઓ ઝડપાઇ ગયા હતા. તસવીર-વિજયસિલ્વા

રણાવાડા (ખા)થી

ઝડપાયેલા શકુનિઓ

1.શૈલેષભાઇચમનભાઇ પંચાલ

2.પુનાભાઇ બબાભાઇ પંચાલ

3.નાગસિંહ અભેસિંહ ઠાકોર

4.મહેશજી પ્રહલાદજી ઠાકોર

5.બળદેવજી ધનાજી ઠાકોર

6.ચેતનસિંહ દાદુસિંહ ઠાકોર

7.રાજુસિંહ પાખુજી ઠાકોર

8.વિપુલભાઇ ચમનભાઇ પંચાલ

(તમામ રહે. રણાવાડા (ખા)

રોઇટાના શકુનિઓ

1.કાન્તીભાઇમેહાભાઇ પટેલ

2.દેવરાજભાઇ વિરમાભાઇ પટેલ

3.નિતેષભાઇ કાનજીભાઇ પટેલ

4.કુંવરાભાઇ રત્નાભાઇ પટેલ

5.મુકેશભાઇ કેશાભાઇ નાઇ

6.નથુભાઇ કાનજીભાઇ પટેલ 7.ભાવાભાઇ જીવણભાઇ પટેલ

8.પરાગભાઇ કમાભાઇ પટેલ

(તમામ રહે. રોઇટા, તા. ભાભર)

અન્ય સમાચારો પણ છે...