• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગઢની યુવતીને ભગાડનાર યુવકને ઝાડથી બાંધીને માર્યો

ગઢની યુવતીને ભગાડનાર યુવકને ઝાડથી બાંધીને માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરના ગઢની એક યુવતીને ગામનોજ એક યુવક ભગાડીને લઇ ગયો હતો. જે મળી આવતા યુવતીના પરિવારજનોએ યુવકને માર મારતાં ફરિયાદ થઈ હતી.

ગામની જ એક યુવતીને લગ્ન કરવાના ઈરાદાથી તા.2.જૂન 17 ના દિવસે ભગાડીને લઇ ગયો હતો. જેથી આ યુવતીના પરિવારજનોએ શોધ ખોળ કરવા છતાં પણ મળ્યા ન હતા. રવિવારે યુવક ક્યાં છે જેની જાણ થતાંજ યુવતી ના પરિવારજનોએ યુવકને ગાડીમાં બેસાડી ખેતરમાં લાવી અને ઝાડ સાથે બાંધી લાકડી તેમજ ગડદા પાટુનો માર મારતા 6 સામે ફરિયાદ નોંધાવી છે. તપાસ એ એસ આઇ સાહેબખાન ચલાવી રહ્યા છે.

આમની સામે ફરિયાદ
1. ચમનજી હરચંદજી ઠાકોર રહે નવા ડીસા

2. ભરતજી ઉમેદજી ઠાકોર રહે મડાણા ગઢ

3. દલપતજી ધુડાજી ઠાકોર રહે મડાણા ડાગીયા

4. ઉમેદજી નવાજી ઠાકોર રહે મડાણા ગઢ

5. નીતાબેન દલપતજી ઠાકોર રહે મડાણા ડાગીયા

6. વીમુબેન ભરતજી ઉમેદજી ઠાકોર રહે મડાણા ગઢ

અન્ય સમાચારો પણ છે...