• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર ગુરુનાનક ચોકથી બિહારીબાગ સુધી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ

પાલનપુર-ગુરુનાનક ચોકથી બિહારીબાગ સુધી મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરગુરુનાનક ચોકથી બિહારીબાગ વિસ્તારની મોટા ભાગની સ્ટ્રીટલાઇટ છેલ્લા દોઢ માસથી બંધ છે. તેમ છતા નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતુ નથી.

પાલનપુર શહેરમાં તાજેતરમાં શહેરમાં મોટાભાગની સ્ટ્રીટલાઇટો એલઇડી નાખવામાં આવી છે. જેના કારણે શહેરમાં ઓછા ખર્ચે શહેરમાં લાઇટની વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે. પરંતુ ગુરુનાનક ચોક-હનુમાન ટેકરીથી બિહારી બાગ સુધી તેમજ માનસરોવર આરટીઓ સર્કલની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે.જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અંગે વર્ષાબેન પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ માસથી મોટાભાગની સ્ટ્રીટલાઇટો બંધ હોવા છતાં નગરપાલિકાના કર્મચારી અને પદાધિકારીઓનું પેટનું પાણી હાલતુ નથી જો નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં નહી આવે તો બાબતે આગામી દિવસોમાં જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવશે.

પાલનપુર ગુરૂનાનક ચોકથી બિહારી બાગ સુધીની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હોવા છતા પાલિકાના કર્મચારીઓનું પેટનું પાણી હલતુ નથી.

અન્ય સમાચારો પણ છે...