• Gujarati News
  • વડગામતાલુકાના અંધારિયા ગામમાં સીમતળની જમીનમાંથી સરકાર દ્વારા તાજેતરમાં ગરીબ,

વડગામતાલુકાના અંધારિયા ગામમાં સીમતળની જમીનમાંથી સરકાર દ્વારા તાજેતરમાં ગરીબ,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડગામતાલુકાના અંધારિયા ગામમાં સીમતળની જમીનમાંથી સરકાર દ્વારા તાજેતરમાં ગરીબ, દલિત જમીન વિહોણા આર્મીમેન સહિતના 73 લાભાર્થીઓને બે-બે એકર જમીન મફતમાં ફાળવાઇ હતી. જે લાભાર્થીઓને જમીનની માપણી કરી જમીનના હક્ક આપવા સોમવારે તંત્ર દ્વારા પોલીસ કાફલાના ચુસ્ત બંન્દોબસ્ત વચ્ચે કાર્ય‌વાહી હાથ ધરાઇ હતી.

વડગામ તાલુકાના અંધારિયા ગામની સીમમાં પડેલી સરકારી જમીનમાંથી તાજેતરમાં જરૂરીયાતમંદ અને સરકારી નિતી-નિયમમાં અનુસંધાનપાના નં-8 પર...



આવતા73જેટલા લાભાર્થીઓને સરકારે મફતમાં બે-બે એકર જમીન ફાળવી હતી. તે જમીન અનુસંધાનપાના નં-8 પર...

જમીન ફાળવાઈ

ફાળવ્યાબાદ તે જમીન ઉપર અન્ય કેટલાક વ્યકિતઓનું દબાણ હોવાથી તે જમીન જે-તે લાભાર્થીઓને આપી શકાયી હતી. જેથી વડગામ ખાતે રાજ્ય સરકારના મંત્રીની ઉપસ્થિતીમાં યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ થયો હતો. જેથી સોમવારે જમીનના લાભાર્થીઓને તેમની જમીનની માપણી કરી હદ મર્યાદા નક્કી કરી જમીનના હકકો આપવા આદેશ કરાયો હતો. જે અંતર્ગત સોમવારે પાલનપુર પ્રાંત કચેરીના અધિકારીઓ, પાલનપુર ડીવાયએસપી એસ.એમ.પરમાર, વડગામ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસરો, વહીવટી સ્ટાફ, વડગામ પીએસઆઇ જે.કે.રાઠોડ સહિત પોલીસ સ્ટાફ અને કર્મચારીઓએ અંધારિયા પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સવારથી શરૂ કરેલા જમીનના હકકો આપવાના અભિયાનમાં સાંજ સુધી માંડ-માંડ માત્ર નવ લાભાર્થીઓ જમીનના હકકો આપી શક્યા હતા. જો કે ચુસ્ત પોલીસ બંન્દોબસ્તના કારણે કોઇ અનિચ્છનીય બનાવ બનતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.