સાતમા પાનાનું અનુસંધાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનાકિર્તીસ્તંભ રોડ પર તાલુકા પંચાયત સામે રહેતા ઇશ્વરસિંહ મહોબતસિંગ રાજપૂત આંગડીયા પેઢી જયંતિલાલ સોમાભાઇ પટેલની કું.માં છેલ્લા એકાદ વર્ષથી નોકરી કરે છે. તેઓ શુક્રવારે થરાદથી આંગડીયા પેઢીના પાર્સલ થેલામાં લઇ ડીસાના મગનલાલ કોમ્પલેસમાં આવેલી તેમની શાખામાં જવા માટે ગાયત્રી મંદિર પાસે ઉતર્યો હતો. જ્યાં તેમને લેવા ડીસા શાખાનો કર્મચારી રાયમલ પ્રજાપતિ એકટીવા લઇને ઉભો હતો. પરંતુ જેવા ઇશ્વરસિંગ બસમાંથી ઉતર્યા તરત બાજુમાં પડેલી સફેદ કારમાંથી સ્વીફટ કાર કે જેમાં પાંચેક માણસો બેઠા હતા. તેમાંથી એક જણે ઉતરી ઇશ્વરસિંગની પાસેનો થેલો ઝુંટવી તેમને નીચે પાડી દઇ ગાડીમાં બેસી ગાડી જલારામ મંદિર તરફ ભગાડી મુકી હતી. જેથી ઇશ્વરસિંગ અને રાયમલભાઇએ તુરંત તેમની ડીસા અને પાલનપુર ઓફિસે જાણ કરી પોલીસને જાણ કરતાં પોલીસે દોડી આવી વાયરલેસ મેસેજ દ્વારા જિલ્લાભરની પોલીસને એલર્ટ કરી હતી.

થેલામાં થરાદના વેપારીઓનો કિમતી માલસામાન હતો

પાર્સલના થેલામાં થરાદના વિવિધ વેપારીના હીરાના કારખાનાના હીરા તથા ઇમીટેશન જવેલરીના પેકેટ પાર્સલ હતા. જેથી અંદર કેટલા હીરા, કેટલી જવેલરી મળી કુલ કેટલા રૂપિયાનો મુદ્દામાલ હતો તે વેપારીઓની પૂછપરછ બાદ જાણી શકાશે. હાલ ડીસા ઉત્તર પોલીસે ઇશ્વરસિંગની ફરિયાદના આધારે સ્વીફટ કારમાં આવેલા પાંચેક અજાણ્યા માણસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વિવાદબાદ...

કરીહતી. કેટલાકે પોલીસ બનવાનું પણ જણાવ્યું હતું. જોકે પ્રાંત અધિકારીએ બાળકોને અંગે પૂરતી મહેનત કરીને શિક્ષણમાં ઉજ્જવળ કારર્કિદી માટે શુભેચ્છા પાઠવી હતી. પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશ દવે, શિક્ષણાધિકારી ડો.દિપક દરજી, પાલિકા પ્રમુખ નિલમબેન જાની વગેરે હાજર રહ્યા હતા. રોટરી કલબ ઓફ ડાયમંડ સિટીના ડો.જયેશ બાવીશીએ જણાવ્યું કે, શહેરની 15 જેટલી શાળામાં ભૌતિક સુવિધા માટે છેલ્લા 12 વર્ષમાં કલબ દ્વારા અઢી કરોડનું દાન આપ્યું છે. તેમણે મુંબઇના હીરાના વેપારી મેહુલ ચોકસીએ રૂ. 5 લાખનું શાળાને દાન આપ્યું હોવાની જાહેરાત કરી હતી. જેમાં શાળાના સ્માર્ટ કલાસ માટે મદદ મળી રહેશે.

થરાદમાં2.50 લાખની...

જોકેમંત્રીનું તરત ધ્યાન જતાં તેમણે બચકું ઉપડાવવાનું પડતું મૂકી ટેણિયાને પડકારતાં તે થેલી નાખી દોડવા જતાં મંત્રીએ ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેને પોલીસ મથકે લઇ આવ્યા હતા. જ્યાં પોલીસે ટેણીયાની પૂછપરછ કરતાં તેનું નામ સુમીતભાઇ કુંદનભાઇ ચમાર (રહે.કડીયા, તા.નરસીંગગઢ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. જોકે, પૂછપરછ દરમિયાન તેણે રડતાં- રડતાં આજે સવારમાં ટ્રેનમાં ફક્ત પોતાની દાદી સાથે આવ્યો હોવાનું જણાવી બીજો કોઇ જવાબ નહીં આપતાં પોલીસે તેને સાથે રાખી દાદીની શોધખોળ હાથ ધરી હતી.

અંગે તેમણે ટેલિફોનિક વાતચીતમાં ગ્રાહકોના પૈસા લેવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે ટેણીયાએ થેલી ફેંકતાં થેલી પકડવી કે છોકરાને પકડવો તેવી મુંઝવણ વચ્ચે પણ તેમણે ટેણીયાને ઝડપી લેતાં તે ભાગવાનો પ્રયાસ કરતાં તેને ઘસડીને પણ થેલી સુધી પહોંચ્યા હતા તેમ જણાવ્યું હતું.

પાલનપુરમાંપ્લોટના...

કાજીઅને હિતેન્દ્રભાઇ શંકરભાઇ રાવલ (રહે. મોરીયા, તા.વડગામ)એ ખોટા સાક્ષીઓ ઉભા કરી એકબીજાના મેળાપીપણાથી તેમના મકાનના પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવી ખોટી સહીઓ કરી સબ રજીસ્ટ્રાર કચેરીમાં ખરા તરીકે ઉપયોગ કરાવી નોંધો પડાવી હતી. જેની જાણ નૈલેષકુમાર સોલંકીને થતાં ગુરુવારે પૂર્વ પોલીસ મથકે સીકન્દરખાન સિપાઇ (રહે.મફતપુરા), અમઝદખાન કાજી (રહે.વિરમપુર) અને હિતેન્દ્રભાઇ રાવલ સામે ફરિયાદ નોંધાવતાં વધુ તપાસ પીએસઆઇ પી.સી. ચૌધરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...