તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસકાંઠામાં ત્રિરંગાને સલામી અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં સોમવારે 70મા સ્વાતંત્ર દિનની શાનદાર ઊજવણી કરવામાં આવશે. પ્રસંગે સૂઇગામ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મંત્રી દિલીપ ઠાકોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. પાલનપુર ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ મંત્રી કચોરીયાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવશે.

દિયોદર: દિયોદરતાલુકાના રાંટીલા ગામે 70મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વહેલી સવારે રાંટીલા ગામે વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરી યોજાશે. જ્યાં પ્રા. શાળા ખાતે પોલીસ પરેડ બાદ દિયોદર પ્રાન્ત અધિકારી કે.એસ. ગેલાતના હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી રાષ્ટ્રીયપર્વની ઉજવણી કરી વિવિધ ગરબા, એકાંકી સમૂહનૃત્ય વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વૃક્ષારોપણ યોજાશે.

રાહ: થરાદતાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ મોરથલ ખાતે યોજાશે. થરાદ તાલુકાના તમામ અધિકારીઓ 15મી ઓગષ્ટે મોરથલ મુકામે હાજરી આપી ધ્વજવંદન કરાવશે. જ્યાં ગામના તમામ આગેવાનો તથા ગામલોકો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો