તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાનું પ્રેમી ભત્રીજા સાથે અંબાજીમાં વિષપાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરતાલુકાના ધાણધા ગામે ભત્રીજાને કાકી સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ સાથે જીવન જીવી શકતાં બંને પ્રેમીપંખીડાએ શુક્રવારે રાત્રે અંબાજી સ્થિત ગૌસ્વામી ધર્મશાળામાં ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાત કર્યો હતો. દવા પીધા બાદ યુવતીનું ધર્મશાળામાં મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને સારવાર અર્થે ખસેડતી વખતે માર્ગમાં દમ તોડ્યો હતો. ઘટનાને લઇ અરેરાટી પ્રસરી ગઇ હતી.

ઘટનાની વિગત મુજબ અંબાજીની ગૌસ્વામી ધર્મશાળામાં સાંજના સુમારે એક યુગલે રૂમ નં. 26માં રોકાણ કર્યું હતું. રાત્રિના 10-30 વાગ્યાના સુમારે પહેલા માળેથી એકાએક યુવક ભોયતળીયે પડતાં ધર્મશાળામાં દોડભાગ મચી જવા પામી હતી. ધર્મશાળાના મેનેજર પણ દોડી આવી તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન અંબાજી 108ના કર્મચારીઓ સહિત રૂમ નં. 26 માં નજર કરતાં એક યુવતી મૃત અવસ્થામાં પડી હતી. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે કોટેજમાં લઇ જતાં તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો. પોલીસે પણ અંગે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં યુગલે ઝેરી દવા પીને જીવનલીલા સમેટી લેવાનું બહાર આવવા પામ્યું હતુ.

ઘટનાસ્થળેથી દવાના પાઉચ મળી આવ્યા

ગૌસ્વામીધર્મશાળાના મેનેજરે જણાવ્યુ હતુ કે, પ્રકાશભારથી અને પ્રિતિએ રૂમ બુક કરાવતાં પહેલા પ્રુફ તરીકે પોતાના ચૂંટણીકાર્ડ આપ્યા હતા. અને પતિ- પત્ની હોવાની ઓળખ આપી હતી. મોડીરાત્રે પ્રકાશભારથીએ ઉપરથી નીચે ઝંપલાવતાં તેને હોસ્પિટલમાં પહોચાડયો હતો. જોકે, રસ્તામાં તેનું મોત નિપજ્યું હતુ. જ્યારે ધર્મશાળાના રૂમમાં તપાસ કરતાં પ્રિતિબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમની નજીકથી ઝેરી દવાના પાઉચ મળી આવ્યા હતા. જે પોલીસે કબ્જે લીધા હતા.

કૌટુમ્બિક કાકી વિધવા હતા

પ્રકાશભારથીનેજેની સાથે પ્રેમ થયો હતો. તે કૌટુમ્બિક કાકી પ્રિતિબેનના પતિનું અગાઉ અવસાન થયું હતુ. અને તેણી બહારગામ રહેતી હતી.જેને એક પુત્ર પણ છે. દરમિયાન પ્રકાશભારથી અને પ્રિતિ બંને શનિવારે બાઇક ઉપર અંબાજી ગયા હતા. જ્યાં અંતિમ પગલુંભરી વિદાય લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો