તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ધાણધાની મહિલાનું પ્રેમી ભત્રીજા સાથે અંબાજીમાં વિષપાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાણધાની મહિલાનું પ્રેમી ભત્રીજા સાથે અંબાજીમાં વિષપાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરતાલુકાના ધાણધા ગામે ભત્રીજાને કાકી સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ સાથે જીવન જીવી શકતાં બંને પ્રેમીપંખીડાએ શુક્રવારે રાત્રે અંબાજી સ્થિત ગૌસ્વામી ધર્મશાળામાં ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાત કર્યો હતો. દવા પીધા બાદ યુવતીનું ધર્મશાળામાં મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને સારવાર અર્થે ખસેડતી વખતે માર્ગમાં દમ તોડ્યો હતો. ઘટનાને લઇ અરેરાટી પ્રસરી ગઇ હતી.

ઘટનાની વિગત મુજબ અંબાજીની ગૌસ્વામી ધર્મશાળામાં સાંજના સુમારે એક યુગલે રૂમ નં. 26માં રોકાણ કર્યું હતું. રાત્રિના 10-30 વાગ્યાના સુમારે પહેલા માળેથી એકાએક યુવક ભોયતળીયે પડતાં ધર્મશાળામાં દોડભાગ મચી જવા પામી હતી. ધર્મશાળાના મેનેજર પણ દોડી આવી તાત્કાલિક 108 અને પોલીસને જાણ કરી હતી. દરમિયાન અંબાજી 108ના કર્મચારીઓ સહિત રૂમ નં. 26 માં નજર કરતાં એક યુવતી મૃત અવસ્થામાં પડી હતી. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે કોટેજમાં લઇ જતાં તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો.

પોલીસે પણ અંગે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં યુગલે ઝેરી દવા પીને જીવનલીલા સમેટી લેવાનું બહાર આવવા પામ્યું હતુ. અગમ્ય કારણોસર મોતને ભેટેલ યુવક પાલનપુર તાલુકાના ધાણધા ગામનો પ્રકાશભારથી ગૌસ્વામી જ્યારે યુવતીનું નામ પ્રિતી હોવાનું બહાર આવવા પામ્યું હતું. અંગે પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાકીઅને ભત્રીજો બાઈક પર અંબાજીમાં આવ્યા હતા

ધાણધાનોયુવક પ્રકાશભારથી તેની કાકી પ્રિતી સાથે બાઇક ઉપર અંબાજી આવ્યો હતો. અને ગૌસ્વામી ધર્મશાળામાં રોકાયા હતા. જ્યાં તેમણે મેનેજરને પતિ-પત્ની હોવાની ઓળખ આપી રૂમ બુક કરાવ્યો હતો. દરમિયાન બંનેએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેને લઈ ગામમાં પણ અરેરાટી પ્રસરી ગઈ છે.

કૌટુમ્બિક કાકી વિધવા હતા

પ્રકાશભારથીનેજેની સાથે પ્રેમ થયો હતો. તે કૌટુમ્બિક કાકી પ્રિતિબેનના પતિનું અગાઉ અવસાન થયું હતુ. અને તેણી બહારગામ રહેતી હતી.જેને એક પુત્ર પણ છે. દરમિયાન પ્રકાશભારથી અને પ્રિતિ બંને શનિવારે બાઇક ઉપર અંબાજી ગયા હતા. જ્યાં અંતિમ પગલુંભરી કાયમી માટે વિદાય લીધી હતી.

પરિવારનો કુળદિપક બુજાઇ ગયો

અંગેપોલીસ મથકના સુત્રોએ જણાવ્યું હતુ કે, પ્રકાશભારથી સોમભારથી ગૌસ્વામી પરિવારમાં એકનો એક દીકરો હતો. જેના લગ્ન પણ થયા હતા.નાની ઉંમરમાં કૌટુમ્બિક કાકી સાથે આંખો મળી જતાં પ્રેમ સબંધ બંધાયો હતો. અને ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં ગૌસ્વામી પરિવારનો કુળદિપક બુઝાઇ ગયો હતો. ઘટનાને પગલે પરિવારજનો ઉપર દુ:ખના ડુંગર તૂટી પડયા હતા.

ઘટનાસ્થળેથી દવાના પાઉચ મળી આવ્યા

અંગેગૌસ્વામી ધર્મશાળાના મેનેજરે જણાવ્યુ હતુ કે, પ્રકાશભારથી અને પ્રિતિએ રૂમ બુક કરાવતાં પહેલા પ્રુફ તરીકે પોતાના ચૂંટણીકાર્ડ આપ્યા હતા. અને પતિ- પત્ની હોવાની ઓળખ આપી હતી. મોડીરાત્રે પ્રકાશભારથીએ ઉપરથી નીચે ઝંપલાવતાં તેને હોસ્પિટલમાં પહોચાડયો હતો. જોકે, રસ્તામાં તેનું મોત નિપજ્યું હતુ. જ્યારે ધર્મશાળાના રૂમમાં તપાસ કરતાં પ્રિતિબેન મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમની નજીકથી ઝેરી દવાના પાઉચ મળી આવ્યા હતા. જે પોલીસે કબ્જે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો