તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગૌ તસ્કરી અટકાવવા ગૌરક્ષકોને પોલીસનો સહયોગ આપવા માંગ

ગૌ તસ્કરી અટકાવવા ગૌરક્ષકોને પોલીસનો સહયોગ આપવા માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં ગૌ તસ્કરીના બનાવો અટકાવવા ગૌરક્ષકો દ્વારા કાર્યવાહી થઇ રહી છે. પરંતુ તેમાં પોલીસનો પુરતો સહયોગ મળતો હોઇ શુક્રવારે વિવિધ સંગઠનના ગૌરક્ષકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

બનાસકાંઠા જિલ્લાના માર્ગો ઉપરથી મોટા પ્રમાણમાં ગૌતસ્કરી થઇ રહી છે. જેને અટકાવવા ગૌરક્ષા કમાન્ડો ફોર્સ, હિન્દુ સેના તેમજ શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા અવાર-નવાર પેટ્રોલીંગ કરી ગૌવંશ ભરેલા વાહનો ઝડપી લે છે. પરંતુ ગૌવશની હેરાફેરી કરનાર શખ્સો હથિયાર સાથે હોઇ ગૌરક્ષાને જીવનું જોખમ રહે છે. પરંતુ પોલીસ દ્વારા સહકાર મળતો હોવાનો આક્ષેપ કરી શુક્રવારે વિવિધ સંગઠનના કાર્યકરોએ જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તંત્ર દ્વારા પુરતી સહાય અને સુરક્ષા પુરી પાડવા તેમજ ગૌવંશની હેરાફેરી કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હતી.

ઉપરાંત કેટલાક લોકો આઇડી પ્રુફ વગર ખોટા ગૌરક્ષક બની ગૌવંશની હેરાફેરી કરતા તત્વો પાસેથી હપ્તા ઉઘરાવતા હોઇ તેમની સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...