વગદડી ગામે સામાન્ય બાબતે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વગદડીગામે રહેતા ચંપાબેનના ઘરે રામાભાઇ બચુભાઇ બજાણીયા અને પીન્ટુભાઇ રૂપાભાઇ બજાણીયા રહે.વિરમપુર તા.અમીરગઢ હાલ રહે.વગદડી આવતા હતા. જેથી ચંપાબેને ઘરે આ‌વવાની ના પાડતા બન્ને શખસો ઉશ્કેરાઇ ગયા અને ચંપાબેનને કહેલ કે તુ અમોને ઘરે આવતા રોકનારી કોણ છે તેમ કહી ચંપાબેનને હેન્ટરથી અને લાકડીઓ વડે મારમારી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હતી. જેથી ભત્રીજા અશોકભાઇ બાબુભાઇ બજાણીયાએ ગામના રામાભાઇ બજાણીયા અને પીન્ટુભાઇ બજાણીયા સામે ફરિયાદ નોંધાવતા તપાસ એએસઆઇ અમરતલાલ ચેલાભાઇ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...