તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • અમીરગઢમાં વેપારીના હાથમાંથી 5000ની લૂંટ, બે ઝબ્બે, એક ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢમાં વેપારીના હાથમાંથી 5000ની લૂંટ, બે ઝબ્બે, એક ફરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે શખસોને લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા

અમીરગઢમુખ્ય બજારમાં સોમવારના ધોળા દિવસે વેપારીના હાથમાંથી રૂ. પાંચહજારની લૂંટ કરી ફરાર થતાં ત્રણ પૈકીના બે શખસોને પ્રજાએ પકડી પોલીસને સોંપ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અમીરગઢ ચાંદની ચોકમાં કરીયાણાની દુકાન ધરાવતા રવિકુમાર ગીરધારીભાઇ અગ્રવાલ સોમવારના બપોરે પોતાના હાથમાં રૂપિયા પાંચ હજાર લઇને ઉભા હતા. ત્યારે અચાનક ત્રણ શખસો આવીને વેપારીના હાથમાંથી રૂપિયા ઝુંટવી ફરાર થઇ ગયા હતા. જોકે પ્રજાએ ત્રણ પૈકી બે શખસોને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. અને બનાવની જાણ પોલીસને કરતા દોડી આવેલી પોલીસ ટીમે બન્ને શખસોને જેલના હવાલે ધકેલ્યા હતા.

બનાવ સદર્ભે પોલીસે ફરીયાદી રવિકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે પાલનપુર માનસરોવર પાસે રહેતા માનસિંગ લક્ષ્મણભાઇ બાવરી, જગદીશકુમાર ઘનશ્યામભાઇ ગૌસાઇ તેમજ અન્ય એક શખસ સામે લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છેકે, બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જોકે ફરાર થયેલો શખસ રૂપિયા લઇને ફરાર થવામાં સફળ રહ્યો હતો.

અમીરગઢ વેપારીના હાથમાંથી સોમવારે પાંચ હજારની લૂંટ કરી ફરાર થતા શખસો ઝડપાઇ ગયા હતા.જેને પોલીસને સોંપાયા હતા. તસવીર-ભવર મીણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો