તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુરના મફતપુરામાં વરસાદી પાણીની લાઇન નાખવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના મફતપુરામાં વરસાદી પાણીની લાઇન નાખવા રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સીસીરોડનું લેવલ ઉંચુ જતાં ચોમાસામાં પાણી ભરાય તેવી દહેશત

પાલનપુરનામાલણદરવાજા મફતપુરા વિસ્તારમાં નવો સીસીરોડ બનાવવામાં આવ્યો છે. જેની સાઇડે નીચાણમાં સોસાયટીઓ આવેલી હોઇ ચોમાસામાં પાણી ભરાય તેવી દહેશત ઉભી થઇ છે. ત્યારે અહીયા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવે તેવી સોમવારે રહીશોએ પાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી.

પાલનપુર માલણ દરવાજા વિસ્તારમાં રહેતા મઝહર એસ.કુરેશી સહિત રહીશોએ સોમવારે પાલિકાના મુખ્ય અધિકારીને લેખિતમા રજૂઆત કરી હતી. જેમા જણાવ્યુ હતું કે,મફતપુરા વિસ્તારમાં અંબાજી તરફ જતો સીસીરોડ નવો બનાવવામાં આ‌વ્યો છે.

પરિણામે રહેણાંક વિસ્તારો નીચાણવાળા વિસ્તારમાં આવી ગયા હોવાથી આગામી ચોમાસામાં અહીયા વરસાદી પાણી ભરાઇ જવાની દહેશત રહેલી છે. ત્યારે અત્યારે જો વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખી મેઇન રોડની ચેમ્બરમાં તેનું કનેકશન આપવામાં આવે તેવી રહીશોની માંગ છે.

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપલાઇન નાખવા રહીશોએ સોમવારે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી.તસવીર- ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો