તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • અધિકારીઓ, પોલીસ, વાહનોની માહિતી તૈયાર કરવા જણાવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધિકારીઓ, પોલીસ, વાહનોની માહિતી તૈયાર કરવા જણાવાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપના દેખાવ બદલ વિજયોત્સવ મનાવાઇ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની 2017 ની ચૂંટણી વહેલી આવવાના અનુમાનો થઇ રહ્યા છે. જેને લઇને ચૂંટણી પંચ દ્વારા સ્ટાફની માહિતીનો ડેટા બેઝ તૈયાર કરી દેવાની સૂચનાઓ જારી કરી દેવાઇ છે.

ગુજરાત વિધાનસભાની આગામી 2017 ની સામાન્ય ચૂંટણી વહેલી આવવાની અનુમાનો અને ચર્ચા વચ્ચે ચૂંટણીપંચે તેને લગતી તૈયારી્ઓ શરૂ કરી દીધી છે. કારણ કે ઉત્તરપ્રદેશ અને ઉત્તરખંડમાં ભાજપને મળેલી ભારે સફળતા અને અન્ય રાજ્યોમાં પણ સરકારે બનતા હવે તેનો લાભ ગુજરાતમાં મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે. ત્યારે રાજ્યના ચૂંટણી પંચે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, પોલીસ, હોમગાર્ડ, સરકારી વાહનો, નિગમની બસ તેમજ ખાનગી ટ્રક, બસ, મીનીબસના ડ્રાઇવર, કંડકટર અને કિલનરની માહિતીનો ડેટાબેઝ તૈયાર કરવા આદેશ કરાયો છે. તમામ માહિતી માટે જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવી દેવામાં આ‌વ્યું છે. જેને લઇને હવે ચૂંટણી શાખામાં ધમધમાટ શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો