તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ગાંધીનગરમાં મોનિટરિંગમાં ટેબલેટથી ઝડપાયા,પાંથાવાડામાં 1, થરા 4, ખોડા 1, વાવમાં 1 પરીક્ષાર્થી કાપલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરમાં મોનિટરિંગમાં ટેબલેટથી ઝડપાયા,પાંથાવાડામાં 1, થરા-4, ખોડા-1, વાવમાં-1 પરીક્ષાર્થી કાપલીમાંથી ચોરી કરતા હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં લેવાઇ રહેલી બોર્ડની પરીક્ષામાં સોમવારે ધોરણ-10ના ગણીતના પ્રશ્નપત્રમા પાંથાવાડા, થરા, ખોડા અને વાવની પ્રાથમિક શાળાના કેન્દ્રોમાં કાપલીથી ચોરી કરતાં સાત પરીક્ષાર્થીઓ ગાંધીનગરથી થતાં મોનીટરીંગ દરમિયાન ટેબલેટથી ઝડપાઇ ગયા હતા. જેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાઇ રહી છે. જ્યાં બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ધો. 10ના ગણિતાના પેપરમાં સાત કોપી કેસ નોંધાયા હતા. અંગે બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી એચ. એલ. રાવલે જણાવ્યુ હતું કે બોર્ડની પરીક્ષા માટે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પણ કેન્દ્રો ફાળવ વામાં આવ્યા છે. જ્યાં સીસીટીવી કેમેરા હોઇ ટેબલેટથી સીધુ ગાંધીનગર ખાતે મોનટરીંગ કરવામાં આવ્યું રહ્યું છે. જેમાં પાંથાવાડામાં-1, થરામાં-4, થરાદના ખોડામાં -1 અને વાવમાં -1 મળી કુલ સાત પરીક્ષાર્થીઓ કાગળની કાપલીમાંથી ચોરી કરતા જણાયા હતા. અંગે ગાંધીનગરથી સુચન કરવામાં આવતાં તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ધો. 10 નું ગણિત પેપર સરળ,ધો.12 માં સમય ખૂટ્યો

સોમવારેધો.10 નું પેપર સરળ નિકળતાં પરીક્ષાર્થીઓ હળવા ફુલ બન્યા હતા. અંગે ભાવેશભાઇ રાવલે જણાવ્યું હતું કે, ગણિતના પ્રશ્નપત્રની સૌથી વધુ ચિંતા હતી. જે ધાર્યા કરતાં સરળ નિકળતાં મોટાભાગના પરીક્ષાર્થીઓ ફિલગૂડ અનુભવી રહ્યા છે. જ્યારે સાંજે ધોરણ 12 નું અર્થશાસ્ત્રનું પ્રશ્નપત્રમાં સમય ખૂટ્યો હોવાનુ પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો