તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • રેસ્કયૂ ઓપરેશન દરમિયાન લોકો પર પ્રતિબંધ ફરમાવાયો હતો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્કયૂ ઓપરેશન દરમિયાન લોકો પર પ્રતિબંધ ફરમાવાયો હતો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દાંતાનાકાંસાના જંગલમાં વનકર્મી સહિત ત્રણ વ્યકિતઓને ફાડી ખાનાર રીંછને રેસ્કયૂ ઓપરેશન કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકોને વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો હોવા છતાં પણ એક સ્થાનિક વ્યક્તિ બંદૂક સાથે જોડાતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

કાંસાના જંગલમાં રીંછને મારવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું ત્યારે સ્થાનિક પ્રજાજનોને વિસ્તારમાં જવા માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો. તેમ છતાં રેસ્ક્યૂ ઓપરેશનમાં એક સ્થાનિક અગ્રણી જે પોલીસ કે વનવિભાગમાં ફરજ બજાવતા નથી. તેમ છતાં હાથમાં બારાબોરની બંદુક સાથે ઉભા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તર્ક-વિતર્ક ઉઠવા પામ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રતિબંધ હોવા છતાં વ્યકિત ઓપરેશનમાં કોની સુચનાથી જોડાયા બંદુકથી ફાયરિંગ કરી કલેકટરના જાહેરનામનો ભંગ કર્યો હતો કે કેમ તે બાબતે તંત્ર દ્વારા તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ અનેક તર્ક-વિતર્ક ઉઠવા પામ્યો છે. જોકે, અંગે ઘટતી તપાસ કરવા વનવિભાગની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતુ.

રીંછને એકે-47 ની ગોળીઓથી ઠાર મરાયું હતું

ઘટનાનાચોથા દિવસે 15 માર્ચે માનવભક્ષી રીંછને એકે-47 ની ગોળીઓથી ઠાર મારવામાં આવ્યું હતું. અને દાંતીવાડા વેટરનરી દવાખાનામાં પીએમ કરવામાં આવ્યું હતું. જેનો સોમવારે રિપોર્ટ આવ્યો હતો. અંગે જિલ્લા વનસંરક્ષક આઇ.કે.બારડે જણાવ્યું હતું કે, પીએમ રિપોર્ટ અનુસાર રીંછના શરીર ઉપર પાંચ ઘા મળી આવ્યા છે. જેના શરીરમાંથી બે ગોળીઓ મળી હતી. રીંછ માદા હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો