તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર સ્કૂટીને ટક્કર મારી ટેન્કર ચાલક ફરાર

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર સ્કૂટીને ટક્કર મારી ટેન્કર ચાલક ફરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| પાલનપુર-અમદાવાદહાઇવે ઉપર રવિવારે સ્કૂટીને ટેન્કર ચાલકે ટક્કર મારી એક વ્યક્તિને ઇજાઓ પહોચાડી હતી.જેથી જ્યુપીટરના ચાલકે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકના પટોસણ ગામે રહેતા અનિલભાઇ કાન્તીભાઇ પ્રજાપતિ રવિવારે પોતાનું જ્યુપીટર લઇ એરોમા સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.તે સમયે પાછળથી પુરઝડપે આવી રહેલ દૂધના ટેન્કર નંબર જી. જે.2.જેડ. 2799ના ચાલકે જ્યુપીટર નંબર જી.જે.8.એ.આર.1265ને પાછળના ભાગે ટક્કર મારી હતી.જેથી પાછળ બેઠેલ એક વ્યક્તિને માથાના ભાગે ઇજાઓ થઇ હતી.તેમજ અનિલભાઇને ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તે દરમિયાન ટેન્કર ચાલક નાસી ગયો હતો.જેથી અનિલભાઇએ પશ્ચિમ પોલીસ મથકે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતા શિરીષકુમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...