તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • રાષ્ટ્રીય સ્વાસ્થ વીમા યોજનાના ડોક્ટરોના 2.50 કરોડ અટવાયા

રાષ્ટ્રીય સ્વાસ્થ વીમા યોજનાના ડોક્ટરોના 2.50 કરોડ અટવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠામાંવસતા બીપીએલ (ગરીબ) પરિવારને સરકાર દ્વારા સારવાર માટે રૂ.30 હજારની મર્યાદામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે તે માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ કાર્ડ આપવામાં આવ્યા છે.પરંતુ અંદાજીત 40 ઉપરાંતના તબીબોના રૂ.2.50 કરોડ એજન્સી દ્વારા ચુકવવામાં આવતા ખાનગી તબીબો દ્વારા કાર્ડ ઉપર સેવા આપવાનું બંધ કરવામાં આવતા ગરીબ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેથી ડોક્ટરોના નાણાં કંપની દ્વારા ઝડપથી ચુકવી સેવા ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગુજરાત સરકારની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ બનાસકાંઠાના 1.50 લાખ ઉપરાંતના બીપીએલ પરિવારને સ્વાસ્થ્ય વીમા યોજના ના કાર્ડ આપવામાં આવ્યા છે.જેનાથી ગરીબ પરિવારમાં કોઇ વ્યક્તિ બિમાર પડે તો નક્કી કરેલી 40 ઉપરાંતની હોસ્પિટલામાં રૂ.30 હજારની મર્યાદામાં સારવાર કરાવી શકે છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રીય વીમા યોજનાની ખાનગી એજન્સી દ્વારા ડોક્ટરો દ્વારા કરેલ સારવારના 50 ટકા રૂ.2.50 કરોડ નાણાં ખાનગી હોસ્પિટલોને ચુકવાયા નથી.જેથી ખાનગી હોસ્પિટલાના તબીબો દ્વારા વીમા યોજનાના કાર્ડ ઉપર સેવા આપવાનું બંધ કર્યુ છે.જેના કારણે ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આ અંગે એક તબીબે જણાવ્યું હતુ કે દર્દીને સારવાર આપ્યા બાદ મુકેલા ક્લેમ્પના 50 ટકા નાણા એજન્સી દ્વારા ચુકવવામાં આવ્યા નથી.આ બાબતે કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.તેમ છતા હજુ સુધી નાણાં ચુકવવામાં આવતા ડોક્ટર પોતાના ખર્ચે સારવાર કરી શકે જેથી રાષ્ટ્રીય વિમા યોજના ના કાર્ડ ધારકોને કાર્ડ ઉપર સારવાર આપવાનું બંધ કરવામાં આવ્યુ છે.

નાણાં જુની એજન્સીને આપવાના બાકી છે

રાષ્ટ્રીયસ્વાસ્થ્ય વીમા યોજનાના કલેમ્પની એજન્સી બદલવામાં આવી છે.જુની એજન્સીના રૂ.2.50 કરોડ ખાનગી તબીબોને લેવાના બાકી છે.પરંતુ ડોક્ટરો સાથે બેઠક કરી કાર્ડ ઉપર સારવાર આપવા માટે વિનંતી કરવામાં આવી છે. હજુ સુધી કોઇ કાર્ડ ધારકની ફરિયાદ અમારા સુધી આવી નથી. > એ.એચ.આચાર્ય(જિલ્લા આરોગ્ય અધિકારી,પાલનપુર)

બનાસકાંઠાના 40 ઉપરાંતના ડોક્ટરના 50 ટકા નાણાં હજુ ચુકવાયા નથી

અન્ય સમાચારો પણ છે...