તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • યુવકને આપઘાત કરવા માટે મજબુર કરનારા બે વ્યાજખોરો સામે ફરિયાદ

યુવકને આપઘાત કરવા માટે મજબુર કરનારા બે વ્યાજખોરો સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનગઢગામના એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી શુક્રવારે સેલફોસની ગોળીઓ ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે પાલનપુરના લક્ષમીપુરાના બે વ્યાજખોરો સામે ગૂનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

સોનગઢ ગામે નાઇના વ્યવસાય સાથે સંકળાયેલા વિરાભાઇ કેશવલાલ સોલંકીએ અગાઉ વ્યાજે નાણાં લીધા હતા.જે સમયસર આપતાં વ્યાજખોરો પાલનપુરના જુનાલક્ષ્મીપુરા ગામે રામજીનગર પાસે રહેતા શૈલેષભાઇ શામળભાઇ પટેલ અને નવા લક્ષ્મીપુરામાં અખલના ઓટલાની સામે રહેતા ભીખાભાઇ હિરાભાઇ પટેલે કડક ઉઘરાણી શરૂ કરી હતી. અને ધાક - ધમકીઓ આપતા હતા. જેનાથી ત્રાસી જઇ વિરાભાઇએ શુક્રવારે સેલફોસની ગોળીઓ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત સુધારા ઉપર છે. તેમણે ફરિયાદ નોંધાવતાં પોલીસે શૈલેષભાઇ પટેલ અને ભીખાભાઇ પટેલ સામે ગૂનો નોંધી હેડકોન્સટેબલ જાકીર હુસેને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...