• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરની ભારત વિકાસ પરિષદ મહિલા ટીમ સ્પર્ધામાં ત્રીજા ક્રમે

પાલનપુરની ભારત વિકાસ પરિષદ મહિલા ટીમ સ્પર્ધામાં ત્રીજા ક્રમે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : ભારત વિકાસ પરિષદ દ્વારા ઉંઝા ખાતે રવિવારે રાત્રે સમગ્ર ઉત્તર પ્રાંતની લગ્નગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉતર પ્રાંતની 13 ટીમોએ ભાગ લીધો હતો. પાલનપુર ભારત વિકાસ પરિષદની મહિલા ટીમે પણ ભાગ લઇ લગ્નગીતમાં ગણેશ સ્થાપનાથી માંડીને કન્યાવિદાય સુધીનું કર્ણપ્રિય લગ્નગીત રજુ કર્યું હતું. આ ગીતને ત્રીજો નંબર પ્રાપ્ત થયો હતો. વડાપ્રધાન મોદીના ભાઇ સોમાભાઇ તથા ભારત વિકાસ પરિષદના ગુજરાત પ્રાંતના ટ્રસ્ટી ભરતભાઇ ઠક્કર દ્વારા પાલનપુર મહિલા ટીમના કન્વીનર કલ્પનાબેન મોદી તથા તેમની ટીમને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો હતો.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...