બનાસ ડેરી ખાતે મધ ઉછેર તાલીમ કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર :‘મધ ઉછેર કેવી રીતે કરવો’ તે વિષય પર બનાસ ડેરીના માધ્યમથી આર્યા ગ્રામ ઉદ્યોગ સંસ્થાનના ટેકનીકલ સહયોગથી (Sponsored by National Bee Board) બનાસ ડેરી ખાતે તા:9 થી 15 જાન્યુ. સુધી ખેડૂતોને સાત દિવસ તાલીમ અપાઈ હતી જેમાં 26 ખેડૂતોએ ભાગ લીધો હતો. મધ પ્રોજેક્ટના ઇન્ચાર્જ ડો.મહેશ ભટોળે કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાએ વિશ્વ સમક્ષ દૂધમાં શ્વેત ક્રાંતિ કરીને રણમાં વસતા લોકોને કેવી રીતે સુખી કરી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે મધ ઉછેર કરીને સ્વીટ ક્રાંતિ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ખાસિયત એ છે કે કોઈ પણ નવી બાબત ખૂબ ઝડપથી ગ્રહણ કરી શકે છે. ગયા વર્ષે આપણે મધ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી જેમાં ખૂબ સારી એવી સફળતા પ્રાપ્ત કરી શક્યા છીએ. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...