• Gujarati News
  • જિલ્લામાં આજે મતદારયાદી સુધારણા કાર્યક્રમ

જિલ્લામાં આજે મતદારયાદી સુધારણા કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં આજે રવિવારે વિધાનસભા બેઠકના તમામ બૂથો ઉપર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમમાં મતદારોએ ચૂંટણીકાર્ડમાં નામ નોંધાવવા અને ચૂંટણીકાર્ડમાં રહેલી ભૂલો સુધારવા તેમજ આધારકાર્ડ નંબર મતદાર કાર્ડમાં જોડવાની કામગીરી હાથ ધરાશે. ઝૂંબેશ સવારે 10-30 થી 5-30 સુધી ચાલશે.

અંતર્ગત ડીસામાં શનિવારે એસ.સી.ડબલ્યુ. હાઇસ્કૂલમાં ડીસા વિધાનસભા બેઠકના તમામ બૂથોના બી.એલ.ઓ.ની ડીસાના મામલતદાર શિવરાજ ગિલવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી અને કાર્યક્રમ અંગે જરૂરી સૂચનાઓ અપાવામાં આવી હતી.