તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરની ઇમારતો ઉપર મંત્રી અને MLA વિરુદ્ધ લખાણ લખનાર સામે ફરિયાદ નોંધાઈ

પાલનપુરની ઇમારતો ઉપર મંત્રી અને MLA વિરુદ્ધ લખાણ લખનાર સામે ફરિયાદ નોંધાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરશહેરમાં અસમાજીક તત્વો દ્વારા શહેરમાં ભાજપના મંત્રી અને કોગ્રેસના ધારા સભ્યાના નામનું અભદ્ર લખાણ લખવામાં આવ્યું હતુ.જેના પગલે પાલનપુર નગરપાલિકા અને ભાજપના કાર્યકરો દ્વારા લખાણ ઉપર કુચડા મારવામાં આવ્યા હતા.ત્યારબાદ શનિવારે નગરપાલિકાના અધિકારી દ્વારા પૂર્વ પોલીસ મથકે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરની સરકારી ઇમારતો કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત,એસ.ટી વિભાગ,આરટીઓ કચેરી,મહિલા મંડળ,નગરપાલિકા સહિતની જગ્યા ઉપર ગુરૂવારની રાત્રીએ કેટલાક શખસો દ્વારા રાત્રીના સમયે કાળી શાહીથી ભાજપના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી અને કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલના નામનું અને બંન્ને પક્ષનું અભદ્ર લખાણ તેમજ હવે બંધ તેવુ લખાણ લખી દિવાલોને બગાડવામાં આવી હતી.આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ટાઉન બન્યો હતો. જેથી શુક્રવારે વહેલી સવારે ભાજપના હોદ્દેદારો દ્વારા લખાણ જોતાની સાથે ભાજપના કાર્યકરો તેમજ પાલિકાના કર્મચારીઓને કામે લગાડી લખાણ ઉપર કુચડો મારવામાં આવ્યો હતો.તેમ છતા કેટલીક જગ્યા ઉપર લખાણો જોવા મળી રહ્યા છે.

અંગે પાલિકાના ઓફિસ સુપ્રિ ટેન્ડેન્ટ રમેશચંદ્ર ખોડાભાઇ પરમારે શુક્રવારે અજાણ્યા શખસો સામે ફરિયાદ નોંધાવતા તપાસ આર. પી.ઝાલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...