તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ડીસામાં ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતાે શખસ ઝડપાયો,12 સામે ફરિયાદ

ડીસામાં ક્રિકેટ ઉપર સટ્ટો રમાડતાે શખસ ઝડપાયો,12 સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરએલસીબી પોલીસે શુક્રવારે ડીસાની એક સોસાયટીમાં ક્રિકેટ સટ્ટા ઉપર સટ્ટા ઉપર રેડ કરી એક શખસને ઝડ્યો હતો.જેની પાસેથી રૂ.61 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પાલનપુર એલસીબી પીઆઇ જે.એચ.સિંધવ સ્ટાફ ના રઘુવીરસિંહ, બિલાલ, ગણપત લાલ, રાજેશ કુમાર,વિનોદભાઈ સાથે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન બાતમી મળી હતી.કે ડીસાના કિષ્નાપાર્કમાં એક રહેણાંક મકાનમાં ક્રિકેટ સટ્ટો રમાઇ રહ્યો છે.જેના પગલે કિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા ભદ્રેશ નટવરલાલ મોદીના રહેણાંક મકાનમાં શુક્રવારે છાપો મારી આઈ.સી.સી.ચેમ્પિયન ટ્રોફી ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ મેચ પર સટ્ટો રમી રમાડતાં ભદ્રેશ મોદીને ઝડપી પાડ્યા હતા.જેમની પાસેથી પોલીસે એલઇડી.ટીવી,લેપટોપ,જુગારનું સાહિત્ય મળી કુલ રૂ.61,500 નો મુદામાલ કબજે કરી અન્ય 12 શખસો સામે ફરિયાદ નોંધાવી હતી.

કોની સામે ફરિયાદ

1.ભદ્રેશનટવર લાલ (રહે.કિષ્નાપાર્ક સોસાયટી,ડીસા)

2.યોગેશ નટવારલાલ મોદી

3.રોનક (રહે.ડીસા)

4.નિતીન દરબાર (રહે.વાડીરોડ,ડીસા)

5.લાલો ઠક્કર (રહે.સાર્થક સોસાયટી,ડીસા)

6.આશિષ માળી (રહે.પાલનપુર)

7.હાફીઝ (રહે.ડીસા ગવાડી)

8.ટીનો દરજી(રહે.ડીસા)

9.ફારૂક (રહે.ડીસા ગવાડી)

10.મુન્નો પટેલ (રહે.ડીસા તેરમીનાળા)

11.ડેની પ્રજાપતિ(રહે.પાલનપુર)

12.હસમુખ ઠક્કર(રહે.ડીસા)

અન્ય સમાચારો પણ છે...