તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત પાલનપુરમાં કોંગીઓને મળ્યા

ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત પાલનપુરમાં કોંગીઓને મળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનાસર્કિટ હાઉસ ખાતે શનિવારે સાંજે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત તેમજ ભરતસિંહ સોલંકીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

પાલનપુરના એરોમા સર્કલ પાસે આવેલા સર્કિટ હાઉસમાં શનિવારે બપોરે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જિલ્લા પ્રભારી રાજેન્દ્રસિંહ સોલંકી, લાખાભરવાડ, સાગર રાયકા, જગદીશ ઠાકોર, હિમતસિહ પટેલ, રાકેશભાઇ દવેએ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેમાં મધ્યપ્રદેશમાં ખેડૂતોના પોલીસ ગોળીબારમાં થયેલા મૃત્યુ તેમજ મહેસાણામાં કસ્ટડીયલ ડેથમાં યુવક કેતન પટેલના મોતના વિરોધમાં આગામી દિવસોમાં બનાસકાંઠામાં ધરણા કરવામાં આવશે.તેમજ સરકારના વિરોધમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે. તેવુ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. ત્યારબાદ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના દર્શન કરવા માટે ગયા હતા.જેઓનું કોંગ્રેસના શહેર પ્રમુખ મુકેશ ચૌહાણે પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...