તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ઘોઘૂમાં ગળામાં દુ:ખાવો અને તાવના વધુ 13 કેસ મળ્યા,ઘેર ઘેર સર્વે કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોઘૂમાં ગળામાં દુ:ખાવો અને તાવના વધુ 13 કેસ મળ્યા,ઘેર-ઘેર સર્વે કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢનાઘોઘૂ અને ખૂણીયામાં પખવાડીયામાં બાળકોના ભેદી મોતના પગલે શુક્રવારે આરોગ્ય િવભાગે ગામમાં ધામા નાખ્યા હતા.

ઘોઘૂ ગામમાં પંદર દિવસમાં શ્વાસ, ગળામાં સોજો અને તાવની ભેદી બીમારીના કારણે બાળકોના મોત નિપજ્યાં હતા. જ્યારે આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન વધુ 13 દર્દીઓ મળી આવ્યા છે. ગામે દોડી ગયેલા આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ અમીરગઢના ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડી અને આરોગ્ય વિભાગ સાથે બેઠક કરી હતી. અંગે મંત્રી ચૌધરીએ જણાવ્યું કે, અમદાવાદ સિવિલમાંથી તબીબોની ખાસ ટીમ ઘોઘૂ અને ખૂણીયા તપાસ અર્થે આવી જરૂર લાગે દર્દીઓને પાલનપુર અને અમદાવાદ ખસેડી સારવાર અપાશે. પાલનપુર સિવિલમાં બે વોર્ડ ખાલી કરાયા છે. ઘોઘૂની મુલાકાત સમયે જિલ્લા કલેકટર જેનુ દેવન અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો