• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ, મચ્છરના ઉપદ્રવથી રોગચાળાની ભિતી

ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ, મચ્છરના ઉપદ્રવથી રોગચાળાની ભિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરકોલેજ કમ્પાઉન્ડમાં આવેલી પાંચ સોસાયટીઓના ગટરોનું પાણી ગીતા સોસાયટીની પાસે આવેલા ખુલ્લા પ્લોટોના ખાડામાં ભરાય છે. જેથી અહિયા મીની તળાવ બની ગયું છે. જેમાં ગંદકી અને મચ્છરનો ખુબજ ઉપદ્રવ થતા આજુબાજુના વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. અંગે 2010 થી રજુઆતો કરવા છતાં હજુ સુધી ઉકેલ આવ્યો નથી.

અંગેની રજુઆત વિસ્તારના રહીશો દ્વારા જૂન-2010 થી કરાઇ હતી. છતાં પાણી તંત્ર દ્વારા ગંદા પાણીના નિકાલ માટે આજદિન સુધી હોઇજ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી રહીશોએ તાત્કાલિક ગંદા પાણીનો પાઇપલાઇન નાખી યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી છે.

વિસ્તારમાં રહેતા સમુબેન ઇશ્વરભાઇ પ્રજાપતિએ જણાવ્યુ હતું કે, પાણી મારા ઘરના કરા સુધી આવી ગયું છે. જો નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો મારા ઘરની દિવાલ પડી જવાનો ભય છે.જ્યારે જન સેવા ગૃપના પ્રમુખ જયેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે, મચ્છરોના ઉપદ્રવથી ખૂબજ હેરાનગતી ભોગવવી પડી છે.સ્થાનિક રહીશ. હરેશભાઇ શર્માએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ભરાયેલા ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક કરાય તો સારુ નહી તો વિસ્તારના લોકો કોઇ મોટી મહામારીનો શિકાર બનશે.

અન્ય સમાચારો પણ છે...