ઘર આગળથી પસાર થવા મુદ્દે યુવતી ઉપર ચપ્પાથી હુમલો
પાલનપુરખાતે વીરબાઇગેટ વિસ્તારમાં ઘર આગળથી પસાર થવાના મુદ્દે એક યુવતી ઉપર ચપ્પાથી હુમલો કરાયો હતો. તેણીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ છે. અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વીરબાઇગેટ વિસ્તારમાં રહેતા બેચરભાઇ ઉજાભાઇ માજીરાણાની પુત્રી લીલાબેન (ઉ.વ.25) તેમના ઘર નજીકના માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જયેશભાઇ પ્રેમાભાઇ માજીરાણા અને જ્યોતિબેન ગોવિંદભાઇ માજીરાણાએ કેમ અમારા ઘર આગળ આવો છો તેમ કહ્યું હતુ. આથી લીલાબહેને અમારો રસ્તો છે તેમ કહેતા ઉપરોકત બંને વ્યકિતઓ ઉશ્કેરાઇ ગઇ હતી. અને ચપ્પા વડે હૂમલો કરી લીલાબેનને ઇજાઓ પહોચાડી હતી. જેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંગે લીલાબહેને પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ બી. કે. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.