તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • મજાદર પાસે કારમાંથી રૂ. 2 લાખનો પરપ્રાંતીય દારૂ ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજાદર પાસે કારમાંથી રૂ. 2 લાખનો પરપ્રાંતીય દારૂ ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડગામનીછાપી પોલીસે શુક્રવાર સવારે વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ લકઝરી કારનો પીછો કરી મજાદર ગામ પાસે આંતરી હતી. કારમાં તલાસી લેતાં તેમાંથી રૂ. 2 લાખની વિદેશી દારૂની પેટી 33 પેટી મળી આવી હતી. જેથી એક શખસની અટકાયત કરી હતી.

છાપી પોલીસથી પ્રાપ્ત થતી માહિતી મુજબ છાપી પીએસઆઇ એ.ડી. પરમાર, રાઇટર પ્રતાપસિંહ અને સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે શુક્રવારે વહેલી સવારે એક સ્કોડ રેપીડ કાર નંબર જીજે-આરપી-1112 પાલનપુર તરફથી આવી રહી હતી. દરમિયાન પોલીસને જોઇ ચાલકે કારને પરત પાલનપુર તરફ હકારી મુકતાં પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરી મજાદર ગામે આંતરી ઉભી રખાવી હતી અને કારની તલાસી લેતાં કારમાંથી પરપ્રાંતીય દારૂ પેટી 33 અને છૂટી બોટલ નંગ-41 મળી કુલ રૂ. 2,00,500, મોબાઇલ નંગ-1 રૂ. 500 તેમજ સ્કોડા કાર કિંમત રૂ. 10 લાખ મળી કુલ રૂ. 12,01,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને રાજસ્થાનના જાલોર જિલ્લાના નયાવડા ગામના કારચાલક પ્રતાપભાઇ પોકરભાઇ વિશ્નોઇની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો