તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર પાલિકાના 1.90 કરોડના ખર્ચે નવિનિર્મિત મકાનનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર પાલિકાના 1.90 કરોડના ખર્ચે નવિનિર્મિત મકાનનું લોકાર્પણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરનગરપાલિકાના રૂ. 1 કરોડ 90 લાખના ખર્ચે બનાવાયેલા મકાનનું શુક્રવારે કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી અને રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. નવા મકાનમાં 16થીવધુ શાખાઓ માટે અલગ-અલગ રૂમોમાં વ્યવસ્થા કરાઇ છે. જ્યારે મહત્વની કમિટીઓના ચેરમેનો માટે પણ ચેમ્બરો બનાવાઇ છે.

મંત્રી શંકર ચૌધરીએ પાલનપુરની અમૃતમ સીટી તરીકે પસંદગી કરાઇ છે. ત્યારે પાલિકા દ્વારા સામાન્ય વ્યકિતઓને રોજગારી આપવા, ગરીબોને સસ્તા ઘર, રોડ, પાણી, ગટરના કામો અને સ્વચ્છતા અંગે પાલિકા જાગૃત રહે જેમાં નાગરિકો પણ સહયોગ કરે તેવી અપીલ કરી હતી. જેમાં ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે વોટસએપ અને જીપીએસ સીસ્ટમ અમલી બનાવવા પણ જણાવ્યું હતું. વિશેષમાં શહેરમાં અમૂલ પાર્લર અને બનાસ બેન્કની શાખા ખોલવા માટે પણ તમામ મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. પ્રસંગે કલેકટર જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારી, અમિત અરોરા સહિત ભાજપ પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમના પ્રારંભે પાલિકા પ્રમુખ નિલમબેન જાનીએ સૌને આવકાર્યા હતા.

કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી ધારાસભ્યની બાદબાકી કરાઇ

લોકાર્પણનીઆમંત્રણ પાલિકામાંથી ધારાસભ્ય મહેશભાઇ પટેલ બાકાત રખાયા હતા. જેમને કાર્યક્રમમાં આમંત્રણ અપાયું હતું. જેથી સ્ટેજ ઉપર માત્ર ભાજપના પદાધિકારીઓ એજ સ્થાન લીધુ હતું. જોકે પાલિકામાં ચૂંટાયેલા કોંગ્રેસના કેટલાક સભ્યોએ સ્ટેજ ઉપર સ્થાન લીધુ હતું. જેથી સમગ્ર બાબત રાજકીય રીતે ચર્ચાસ્પદ બની હતી.

પાલિકાના નવિન બિલ્ડીંગને કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીના હસ્તે ખુલ્લું મુકાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો