• Gujarati News
  • કોંગ્રેસ શાસિત વડગામ તા.પં.ના પ્રમુખે કન્યા કેળવણી નિધિમાં ~ 51 હજારનો ચેક આપ્યો

કોંગ્રેસ શાસિત વડગામ તા.પં.ના પ્રમુખે કન્યા કેળવણી નિધિમાં ~ 51 હજારનો ચેક આપ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડગામમાંશુક્રવારે પાલનપુર પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં કોંગ્રેસ શાસિત વડગામ તાલુકા પંચાયતના પ્રમુખે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રીને કન્યા કેળવણી નિધિ અંતર્ગત રૂ.51 હજારનો ચેક અર્પણ કર્યો હતો. જેને લોકોએ ઐતિહાસિક ઘટના ગણાવી હતી.

વડગામ માર્કેટયાર્ડમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં પાલનપુર તાલુકા, પાલનપુર નગરપાલિકા અને વડગામ તાલુકાના 2406 લાભાર્થીઓને રૂ.256 લાખની સહાય અને સાધન સામગ્રી રાજ્ય સરકારના મંત્રી દિલીપભાઇ ઠાકોર અને સાંસદ હરિભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં અપાઇ હતી. તો વડગામ તાલુકા પંચાયતના કોંગ્રેસી પ્રમુખ અબ્દુલભાઇ પલાસરાએ મંત્રી દિલીપભાઇ ઠાકોરને રૂ.51 હજારનો ચેક કન્યા કેળવણી નિધિ અંતર્ગત આપ્યો હતો. તો સરકાર સફાઇ અભિયાન માટે પણ રૂ.21 હજારનો ચેક સ્વચ્છતા નિધિ અંતર્ગત અર્પણ કરાયો હતો. ઉપરાંત વડગામ તાલુકાના મગરવાડા સરપંચ ફલજીભાઇ ચૌધરીએ વડગામ તાલુકાની આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકોને કુપોષણ મુક્ત કરવા 225 કિલો ઘી, 1000 કિલો ઘઉં, 100 કિલો ગોળ અને નાનોસણા સરપંચ લક્ષ્મણભાઇ ચૌધરીએ પણ ગોળના રવા અને તેલના ટીન આપ્યા હતા. ત્યારે વડગામ સરપંચ અસોસીએશન દ્વારા તાલુકાની આંગણવાડી કેન્દ્રમાં બાળકોને બેસવા મોટી શેતરંજીઓ ભેટ અપાઇ હતી. પ્રસંગે માર્કેટપાર્ડના ચેરમેન કેસરભાઇ ચૌધરી, પાલનપુર પ્રાંત ઓફિસર જે.બી.દેસાઇ ગરીબ કલ્યાણ મેળાનું સફળ આયોજન વડગામ તા.પં.ના એસ ગોવિંદભાઇ ચૌધરી અને ભીખુસિંહ પરમારે કર્યું હતું.

વડગામના ગરીબ કલ્યાણ મેળામાં ૨૪૦૬ લાભાર્થીઓને સહાય અપાઇ હતી..- રણજીતસિહ હડિયોલ