નર્મદા મહોત્સવમાં જિલ્લાના 815 ગામોમાં રથ ફરશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | આગામી6 થી 15 જુલાઇ દરમિયાન મા નર્મદા મહોત્સવ યોજાનાર છે. મહોત્સવની બનાસકાંઠા જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લાના 815 ગામોમાં નર્મદા રથ ફરશે. મા નર્મદા મહોત્સવની ઉજવણી અંગે પાલનપુર મુકામે કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. ગુજરાતની જીવદોરી સમાન નર્મદા યોજના રાજ્યના વિકાસની ધરોહર છે. રાજ્યમાં નર્મદાના પારસજળ થકી ગુજરાતનો વિકાસ અગ્રેસર રહ્યો છે. સરદાર સરોવર ડેમના દરવાજા બંધ થવાથી રાજ્યના વિકાસના દ્વાર ખૂલ્યા છે. ઐતિહાસિક ક્ષણ જીવંત બને લોકો તેમાં જોડાય તે માટે રાજ્યમાં મા નર્મદા મહોત્સવનું આયોજન કરાયું છે. બેઠકમાં કલેકટર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, ‘આગામી 6 થી 15 જુલાઇ દરમિયાન યોજાનાર મા નર્મદા મહોત્સવમાં રાજ્યના 10,000 ગામડાઓ જોડાશે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં પુજા, આરતી અને કળશ પૂજન જેવા કાર્યક્રમો યોજાશે.’ કાર્યક્રમમાં જોડાવા તમામ સમુદાય, સંસ્થાઓનો સહયોગ માટે અપીલ કરાઇ હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર, પ્રાંત અધિકારી સહિત તમામ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠા જિલ્લામાં નર્મદા મહોત્સવની તૈયારીને લઇ કલેકટર દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને શનિવારે બેઠક યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...