દાંતામાંથી દારૂ સાથે બે,રાજાપાઠમાં એક ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતાપોલીસે શુક્રવારે દેશી-વિદેશી દારૂ સાથે બે શખસોની અટકાયત કરી હતી.તેમજ એક શખસને રાજાપાઠમાં ઝડપી પાડવામાં આવ્યો હતો

દાંતા પીએસઆઇ એ.આર.વાળાએ સ્ટાફના ચંદનસિંહ, વસીમખાન, પ્રવિણભાઇ સાથે શુક્રવારે દાંતાના કણબીયાવાસ બસ સ્ટેશન પાસે નાકાબંધી કરી હતી.તે સમયે કમાન્ડર જીપ નંબર જી.જે.8.ડી.7631 ઉપર શંકા જતા ઉભી રખાવી તલાસી લેવામાં આવતા જીપમાંથી વિદેશી દારૂની બાટલ નંગ 180 કિંમત રૂ.25,400નો મદ્દામાલ મળી આવ્યો હતો.જેથી ચાલક મહેન્દ્રભાઇ લખાભાઇ અંગારી રહે.કણબી યાવાસની અટકાયત કરી એક મોબાઇલ રૂ.500 તેમજ જીપ રૂ.1,50,000 મળી કુલ રૂ.1,75,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તેમજ દાંતા હડાદ રોડ ઉપર પોલીસ વાહન ચેકીંગ કરી કહી હતી તે સમયે વડગામના મોતીપુરા ગામના સવજીભાઇ લક્ષ્મણભાઇ બુબડીયા દારૂના નશામાં મોટર સાયકલ ચલાવતા મળી આવ્યા હતા.તેમજ દાંતા વિસ્તારમાં મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરાફેરી કરતા મુકેશ જીવાભાઇ બજાણીયાની પોલીસે અટકાયત કરી બાઇકમાંથી દેશી દારૂ લીટર-5 કિંમત રૂ.100 મળી આવતા તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...