• Gujarati News
  • સુશોભિત| રંગોળીનીટીવી સિરીયલોને રંગીન બનાવતો પાલનપુરનો યુવકટેલિવિઝન ઉપર પ્રસારિત થતી

સુશોભિત| રંગોળીનીટીવી સિરીયલોને રંગીન બનાવતો પાલનપુરનો યુવકટેલિવિઝન ઉપર પ્રસારિત થતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુશોભિત| રંગોળીનીટીવી સિરીયલોને રંગીન બનાવતો પાલનપુરનો યુવકટેલિવિઝન ઉપર પ્રસારિત થતી સિરીયલોમાં રંગોળીના દ્રશ્યો દર્શકોના મન મોહી લેતાં હોય છે. જેમાં કદાચ તમને જાણીને નવાઇ લાગશે કે રંગોળીઓ પાલનપુરના ભરતભાઇ માંગીલાલ વૈષ્ણવ બનાવે છે. કોઇપણ કોર્ષ કર્યા વિના માત્ર અનુભવથી રંગોળીઓ તૈયાર કરતાં ભરતભાઇએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ટીવી સિરીયલ કેશર, ક્યુકી સાસ ભી કભી બહુથી, બાલીકા વધુ, કહાની ઘર ઘર કી, કાવ્યાંજલિમાં રંગોળી બનાવી છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શરદપવારના ચિત્રો તેમજ અદાણીગૃપ, રામદેવ મસાલા ગૃપ,માણેક ચંદ સહિત ગૃપોના કાર્યક્રમો પણ રંગોળીની સુશોભિત કર્યા છે. જેમાં પાંચ ફુટની રંગોળી બનાવતાં પાંચ મિનીટનો સમય લાગે છે. રંગોળીની ખ્યાતી ગુજરાત બહાર વધતાં હવે મહારાષ્ટ્રમાં સહયોગી જીતુભાઇ વૈષ્ણવની મદદથી ત્યાં પણ રંગોળીઓ પુરવામાં આવે છે. -અંકિત વ્યાસ

રંગળી માટે રંગબેરંગી કલર