તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • દંશ મારતાં સાપને મારી નાખી યુવક પાલનપુર સિવિલમાં લાવ્યો

દંશ મારતાં સાપને મારી નાખી યુવક પાલનપુર સિવિલમાં લાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસડા, બસુ અને કંસારી ગામની મહિલા, યુવક અને 4 વર્ષની બાળકીને સાપ-વિંછીએ દંશ દીધો

પાલનપુરઅને વડગામ તાલુકામાં ખેતરમાં કામ કરતાં લોકોને ઝેરી સાપ તેમજ વિંછી કરડતાં એક મહિલા, બાળક તેમજ યુવકને તાત્કાલિક પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયા હતા. ત્રણેયની તબિયત સુધારા પર છે.

પાલનપુરના વાસડા ગામે ખેતરમાં બાજરી વાઢી અને થ્રેસરથી બાજરીનો ઢગ કાઢ્યો હતો. તેમાં 4 વર્ષની બાળકી નિહારીકા જયેશભાઇ બાવા બાજરી ખાવા ઢગલામાં હાથ નાંખતા તેમાં બેઠેલા ઝેરી વિંછીએ દંશ દીધો હતો. જ્યારે વડગામ તાલુકાના બસુ ગામે સવારના પાંચ વાગે ઘરની બહાર સુતેલા કાન્તાબેન મૂળચંદભાઇ શ્રીમાળીને ડાબા હાથની આંગળીમાં ઝેરી સાપે ડંખ માર્યો હતો. જ્યારે કંસારી ગામે ખેતરમાં છગાભાઇ વિરાજી ઠાકોર બાજરી કાપતા હતા, ત્યારે હાથમાં ઝેરી સાપ કરડયો હતો. ત્રણે જણાને પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં ત્રણેય જણાને હાલમાં સારવાર અપાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...