• Gujarati News
  • શિહોરી પાસેથી ઓવરલોડ રેતી ભરીને જતાં ચાર ડમ્પર ઝડપાયાં

શિહોરી પાસેથી ઓવરલોડ રેતી ભરીને જતાં ચાર ડમ્પર ઝડપાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરેજતાલુકાના શિહોરી- પાટણ રોડ વચ્ચે પાલનપુર ખાણ અને ખનિજ વિભાગની ટીમે ચેકીંગ દરમિયાન શુક્રવારે સવારે ઓવરલોડ રેતી ભરેલા ચાર ડમ્પર ઝડપી લીધા હતા. ડમ્પરોને શિહોરી પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુરના ખાણ અને ખનિજ વિભાગની ટીમે શુક્રવારે સવારે શિહોરી- પાટણ હાઇવે પર ચેકીંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન બનાસ નદીમાંથી રેતી ભરીને શિહોરી તરફ જતા ચાર ડમ્પરોને અટકાવી વે -બ્રીજ ઉપર ચારેય ટ્રકોનું વજન કરાવાયું હતું. જેમાં રોયલ્ટીની પાવતી કરતાં ચારેય ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરેલી હોવાનું જણાતા તમામ ડમ્પરોને શિહોરી પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી.