તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર ST ડેપો છાત્રાઓના પાસ કાઢી શાળામાં પહોંચાડે છે

પાલનપુર ST ડેપો છાત્રાઓના પાસ કાઢી શાળામાં પહોંચાડે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંવેકેશન ખુલતાંની સાથે વિદ્યાર્થીઓની પાસ કઢાવવા બસ સ્ટેશનમાં લાંબી લાઇનો લાગે છે. જેના કારણે ઘણી વખત યુવતીની છેડતીના બનાવો બનતા હોય છે. જેથી પાલનપુર એસટી વિભાગ દ્વારા બુધવારથી છાત્રાઓના પાસ જે-તે શાળામાંથી કાઢી અપાતાં છાત્રાઓએ રાહત અનુભવી હતી.

ગ્રામ્ય વિસ્તારમાંથી શાળા- કોલેજોમાં અપડાઉન કરતી છાત્રાઓને પાસ માટે પાલનપુર એસટી બસ સ્ટેશનમાં લાંબી લાઇનોમાં ઉભુ રહેવુ પડતુ હતુ. જેના કારણે ક્યારેક રોમિયો દ્વારા પજવણી કરાતી હોવાની ફરિયાદો ઉઠતી હતી. જેના પગલે એસટી વિભાગીય નિયામક કમલ હસનની સૂચનાથી ડેપો મેનેજર પ્રકાશભાઇ પટેલ દ્વારા શાળાઓમાં જઇ છાત્રાઓના પાસ કાઢી આપવાનું શરૂ કરાયું છે. અંગે ડેપો મેનેજરે જણાવ્યું કે, અવારનવાર છેડતીના પ્રશ્નોને લઇ તેમજ ગ્રામ્ય વિસ્તારની બહેનો માટે ખાસ સુવિધા શરૂ કરાઇ છે અને જે શાળામાં ઇન્ટરનેટની વ્યવસ્થા નહીં હોય તેવી શાળાની છાત્રાઓના કર્મચારી દ્વારા ફોર્મ ભરી બસ સ્ટેશનેથી પાસ કાઢી છાત્રાઓને શાળામાં પહોંચાડાશે. પાલનપુરની આદર્શ કોલેજમાં બુધવારથી પાસ કાઢવાનું શરૂ કરવામાં આવતાં છાત્રાઓએ રાહત અનુભવી હતી.

યુવામોરચા દ્વારા છાત્રાઓના પાસ કઢાવી શાળામાં પહોંચાડે છે

ભાજપયુવા મોરચા દ્વારા શાળામાંથી છાત્રાઓના ડોક્યુમેન્ટ એકત્ર કરી બસ સ્ટેશનમાં જમા કરાવી પાસ નીકળ્યા બાદ શાળામાં પહોંચાડવામાં આવી રહ્યા છે.

પાસની લાઇનોમાં છેડતીના બનાવો બનતા અટકાવવા નિર્ણય

અન્ય સમાચારો પણ છે...